જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંકના મકાન પર દારૂનો દરોડો: અંગ્રેજી શરાબ સાથે શખ્સ ઝડપાયો | જામનગરના વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂ અંગે દરોડો

જામનગર દારૂનો દરોડો : જામનગર શહેરના સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંકના મકાનમાં દરોડો પાડી પોલીસે પરમીટ વગર ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

સર્વેલન્સ સ્કવોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે તિરૂપતિ પાર્ક ઢાળ પાસે આવેલા વિશાલ પાર્ક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી સોહિલ દિનેશભાઇ સંજોત (28, રહે. વિશાલ પાર્ક, જામનગર)ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની કુલ 7 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.3,500ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આ સંદર્ભે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 116(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version