જય ભવાની નગરમાં પાણી-ગટરની સમસ્યાને લઈને રહીશોનો વિરોધ જય ભવાની નગરમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને રહીશોનો વિરોધ

વોર્ડ નંબર-12માં પરશુરામ ભટ્ટ વિસ્તારમાં રેલ્વે લાઇન પાસેના જય ભવાની નગરના રહીશોએ આજે ​​પાણી-ગટરની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. એક સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ, રહેવાસીઓએ જાતે ડ્રેનેજ લાઇનની સફાઈ શરૂ કરી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પાણી અને ગટરની સમસ્યા ઘણા સમયથી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો સમયસર ઉકેલ આવતો નથી. ખાસ કરીને લાંબા સમયથી ડ્રેનેજ લાઇન ચોકકસ હોવાથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે.

ડ્રેનેજમાંથી નીકળતું ગટરનું પાણી ચેમ્બરની બાજુમાં આવેલા પાણીના વાલ્વમાં ભળી જતાં ઘરોમાં આવતું પાણી પણ દૂષિત બની રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર થાય છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે.

મુન. કોર્પોરેશનના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આજે રહીશોએ તંત્રનું ધ્યાન દોરવા જાતે ડ્રેનેજ લાઈનની સફાઈ હાથ ધરી હતી. આ દરમિયાન નાના બાળક દ્વારા પણ ડ્રેનેજ સફાઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

રહીશોએ માંગણી કરી છે કે મુ. કોર્પોરેશને ડ્રેનેજ અને પાણીની સમસ્યા તાકીદે ઉકેલવી જોઈએ.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version