ચાર વર્ષ પહેલા સુરતમાં બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો સુરતમાં બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

વડોદરા,સુરતમાં ચાર વર્ષ પહેલા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા તૈયાર થયેલા ફરિયાદી પાસેથી બે કરોડની લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી આણંદમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમના હાથે ઝડપાઈ ગયો છે.

સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા બે કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. આરોપી સમીર યુનુસભાઈ વોરા (રહે. સુપર બેકરી સામે, વડોદરા) ફરાર હતો. સુરત પોલીસ દ્વારા શોધખોળ કરવા છતાં આરોપી મળી આવ્યો ન હતો. વોન્ટેડ આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી અને લૂંટ કર્યા બાદ આરોપી વડોદરા છોડી આણંદ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન, પોલીસે આરોપીને દિયા સિનેમા કોમ્પ્લેક્સ, 100 ફૂટ રોડ, આણંદ પાસેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી સમીર યુનુસભાઈ વોરા, ઉમર 42 (બાકી રહે. સરસ્વતી કોમ્પ્લેક્સ, સુપર બેકરી સામે, આજવારોડ, હાલ રહે. કિસ્મત ચોક, સલાટીયા રોડ, આણંદ)ને સુરત પોલીસને સોંપ્યો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version