ગોધરામાં ટ્રેનના ટોયલેટમાં રાખેલી બેગમાંથી દોઢ માસનું બાળક મળી આવતા પોલીસે માતા-પિતાની શોધખોળ શરૂ કરી


ગોધરા ખાતે ટ્રેનના ટોયલેટમાંથી બાળક મળી આવ્યું ગોધરા રેલવે સ્ટેશન પર કોટા-વડાદોરા ટ્રેનના જનરલ કોચના ડબ્બાના શૌચાલયમાં દોઢ માસનું બાળક ત્યજી દેવાયેલું મળી આવ્યું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળીને પેસેન્જરે ટોયલેટ ખોલ્યું અને તેમાં એક બેગ મળી. જે ખોલવામાં આવ્યું હતું તેમાં એક બાળક હતું. પોલીસને જાણ કરવામાં આવી હતી કે કોઈ બાળકને છોડીને જતું રહ્યું છે. પોલીસે બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડી ફરિયાદ નોંધી બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી બદલાશે હવામાનઃ આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી

ટ્રેનના ટોયલેટમાં બેગમાંથી બાળક મળી આવ્યું

પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાને લઈને બાળકીને તરછોડી દેતા માતા-પિતા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે બાળક હાલમાં ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તે સાજો થઈ રહ્યો છે. જ્યારે પોલીસે ત્યજી દેવાયેલા બાળકના માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version