ગોત્રી વિસ્તારમાં વીજ ડીપી ધરાશાયી થતાં બે યુવકો ઘાયલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં mgvclનો ડબલ પોલ સ્ટ્રક્ચર ધરાશાયી

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ટ્રાન્સફોર્મર સાથેની વીજ ડીપી (ડબલ પોલ સ્ટ્રક્ચર) ધરાશાયી થતાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

એક તરફ મધ્ય ગુજરાત વીજ કંપની પ્રિ-મોન્સુન કામગીરીનો દાવો કરી રહી છે ત્યારે આટલું મોટું પાવર સ્ટ્રક્ચર ધરાશાયી થતા પ્રી-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોત્રી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનથી બંસલ મોલ તરફ જતા રોડ પર આવેલી ડીપી ભારે પવન વચ્ચે તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા બે બાઇક સવારોને ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એકઠા થતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, બંને યુવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જે બાદ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે બંને યુવાનોના જીવ બચી ગયા હતા. આ ઘટનાને કારણે 100 થી 150 કનેક્શનનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજકંપનીની ટીમે તાત્કાલિક કામ કરી ટ્રાન્સફોર્મર સાથે નવી વીજી ડીપી ગોઠવી હતી. જોકે, જોરદાર પવનના કારણે વીજ લાઇન ડીપી પરથી પસાર થઇને ડીપી સાથે અથડાઇ હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version