
ગુજરાત હાઈકોર્ટને ત્રણ નવા જજ મળશે: ગુજરાત હાઈકોર્ટને 3 નવા જજ મળશે. આ માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત માટે હાઈકોર્ટના જજ તરીકે ત્રણ એડવોકેટની નિમણૂક કરવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરાયેલી ભલામણમાં સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપેન્દ્ર નારાયણ રે (ડીએન રે) અને મૌલિક જિતેન્દ્ર શેલતના નામનો સમાવેશ થાય છે, જેઓ રાષ્ટ્રપતિના આદેશ બાદ જજ બનશે.
ડી. એન. રે ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના પુત્ર છે. સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષના ભાઈ છે, જ્યારે મૌલિક શેલત ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
