ગુજરાતની હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો

હોકી ઈન્ડિયા દ્વારા આયોજિત 16મી સબ જુનિયર હોકી ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વડોદરાના ખેલાડીઓએ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

ગુજરાતની મહિલા હોકી ટીમમાં વડોદરાના ત્રણ ખેલાડીઓ દ્રષ્ટિ કિરણ લોથે, ભાગ્યશ્રી સુશીલ બામણેલકર અને સગુન અમિત સોલંકીની પસંદગી કરવામાં આવી છે.

તેવી જ રીતે વડોદરાના ચાર ખેલાડીઓ આર્યમન બોરા, હર્ષલ પાટીલ, અથર્વ પવાર અને દિશાંત પરમારે મેન્સ હોકી ટીમમાં સ્થાન મેળવ્યું છે.

વડોદરાના કુલ 7 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા હોવાથી બરોડા હોકી એસોસિએશન માટે આ ગૌરવની ક્ષણ બની છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version