કોટ વિસ્તારના સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં ભાજપના ઉમેદવાર પાંચ ટર્મથી નગરપાલિકાની ચૂંટણી જીતી શક્યા નથી. કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ

અમદાવાદ, શનિવાર, 4 એપ્રિલ, 2026

દરિયાપુર અમદાવાદના કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ છે. આ વોર્ડમાં ગટરના ગંદા પાણીથી માંડીને કોમર્શિયલ બાંધકામ સુધીની અનેક નાની-મોટી સમસ્યાઓ હોવા છતાં ભાજપનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતીને પાંચ ટર્મ સુધી આ વોર્ડમાં કોર્પોરેટર બન્યો નથી. 2021ની ચૂંટણીની સરખામણીમાં આ ચૂંટણીમાં 22,374 મતદારોનો ઘટાડો ચિંતાજનક છે.

કોટ વિસ્તારમાં 1995 સુધી એક એવો સમય હતો જ્યારે ખાડિયાની સાથે દરિયાપુર અને કાલુપુર વોર્ડ પણ અલગ અસ્તિત્વમાં હતા. દરિયાપુર વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટરો ચૂંટાતા હોવાની વાત હવે જૂની જણાય છે. દરિયાપુર વોર્ડમાં વર્ષ 2000થી કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાતા આવ્યા છે. વિનોદ મોદી દરિયાપુર વોર્ડમાંથી કોંગ્રેસમાંથી સતત છ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વોર્ડના સીમાંકન બાદ કાલુપુર વોર્ડને ખાડિયા અને દરિયાપુર વોર્ડમાં ભેળવી દેવાયા બાદ 2015થી દરિયાપુર વોર્ડમાં ચાર કોર્પોરેટર ચૂંટાયા છે.દરિયાપુર વોર્ડમાં ભાજપના ઉમેદવારની જીત ન થવાનું મુખ્ય કારણ પક્ષ દ્વારા નબળા ઉમેદવારો ઉભા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વોર્ડની વસ્તી વિષયક

વિસ્તાર- 1.62 ચોરસ કિમી

વસ્તી-117314

કુલ બૂથ-85

કુલ મતદારો- 77702

પુરુષ-40148

સ્ત્રી- 37544

અન્ય -10

લઘુમતી મત- 40 હજાર

બહુમતી મત-37 હજાર

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version