કચ્છ: મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | કચ્છના મુન્દ્રામાં ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ

મુન્દ્રામાં ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં ટાયર, પ્લાસ્ટિક અને રબર હોવાથી આગ વિકરાળ બની હતી. ભીષણ આગમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી

મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લા માટે કાલમુખો ગુરુવાર! 3 અલગ-અલગ ઘટનાઓમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા!

ગોડાઉનમાં ટાયરોનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર મામલે પોલીસ અને ફાયરની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version