આ યોજના આ વર્ષના બિલ પર લાગુ નહીં થાય, પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના આજથી 31 માર્ચ સુધી લાગુ. આ વર્ષના બિલ પર આ યોજના લાગુ નહીં પડે

અમદાવાદ, બુધવાર, ડિસેમ્બર 31, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના લાગુ કરશે. આ યોજના આ વર્ષના બિલ પર લાગુ થશે નહીં. જાન્યુઆરી મહિનામાં કરદાતાને રહેણાંક મિલકતો માટે 85 ટકા અને કોમર્શિયલ મિલકતો માટે 65 ટકા વ્યાજ મુક્તિ આપવામાં આવશે. આ યોજનાથી કોર્પોરેશનને રૂ. 500 કરોડથી વધુની આવક થવાની ધારણા છે.

અમદાવાદમાં 15 લાખથી વધુ રહેણાંક અને 7 લાખથી વધુ કોમર્શિયલ મિલકતો છે. કુલ મળીને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ 22 લાખથી વધુ મિલકત ધરાવતા મિલકતધારકોને અલગ-અલગ સ્લેબમાં પ્રોપર્ટી ટેક્સનું વ્યાજ માફ કરવાનો નિર્ણય લેવાયો છે. વ્યાજ માફી યોજના હેઠળ ચાલી અને કુટીરવાળી મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. જૂના ફોર્મ્યુલા હેઠળ, 1 જાન્યુઆરીથી 31-26 માર્ચ સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ વ્યાજ માફી યોજના વર્ષ-2025-26 માટે બાકી મિલકત વેરા માટે લાગુ થશે નહીં.

કયા મહિનામાં કેટલું વ્યાજ માફ કર્યું?

મહિનો રહેણાંક (ટકા) વાણિજ્યિક (ટકા)

જાન્યુઆરી 85 65

ફેબ્રુઆરી 80 60

માર્ચ 75 50

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version