આઠ કરોડની લોન મંજૂર કરવાનું કહી ગઠીયાઓએ 62 લાખની માંગણી કરી એલિસબ્રિજ પોલીસે બે આરોપીઓ સામે લોન કૌભાંડની FIR નોંધી

અમદાવાદ, શુક્રવાર

આ બંને ટોળકીએ એલિસબ્રિજ પાસેના એક કોમ્પ્લેક્સમાં ફાયનાન્સ ઓફિસ સ્થાપીને અને ખાનગી અને સરકારી બેંકો પાસેથી લોન મંજૂર કરવાનું કહીને અનેક લોકો સાથે મોટા પાયે છેતરપિંડી કરી હતી. જેના અનુસંધાને જ્વેલર્સને આઠ કરોડની લોન આપવાનું કહી અલગ-અલગ ફીના નામે 62 લાખની રકમ પડાવી લીધાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

મિહિરભાઈ સોની ગોતામાં રહે છે અને રતનપોળમાં જ્વેલરીનો ધંધો કરે છે. બે વર્ષ પહેલા તેનો પરિચય કલ્પેશ ઝાલા નામના વ્યક્તિ સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે એલિસબ્રિજ પાસે રંગોલી કોમ્પ્લેક્સમાં તેની ઓફિસ છે અને તે લોનનો વેપાર કરતો હતો. તુષાર ઠક્કર નામનો શખ્સ તેનો ભાગીદાર છે. મિહિરભાઈને ધંધાકીય કામ માટે ચાર કરોડની લોનની તાતી જરૂર હોવાથી કલ્પેસને વાત કરી. ચાર કરોડ કે આઠ કરોડની લોન અપાવવાની ખાતરી આપી. તેના બદલામાં સાતથી આઠ ટકા કમિશનની રકમ અને ફી એડવાન્સમાં માંગવામાં આવી હતી. ત્યાર બાદ અલગ-અલગ ફાયનાન્સ કંપનીઓ તરફથી 60 લાખ સુધીની લોન આપવામાં આવી હતી. જેથી મિહિરભાઈએ વિશ્વાસમાં આવીને કર્ણાટક બેંક, તમિલ બેંક અને યુનિયન બેંકમાંથી લોન મંજૂર કરવાના બદલામાં તુષાર અને કલ્પેશને 62 લાખ રૂપિયા આપ્યા હતા અને જરૂરી દસ્તાવેજોની ફાઇલ પણ આપી હતી. પરંતુ, ત્યારબાદ કલ્પેશ અને તુષારે ખોટા વચનો આપ્યા હતા. દરમિયાન મિહિરભાઈને જાણ થઈ હતી કે બંને શખ્સોએ લોનના નામે લાખો રૂપિયા લઈને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version