અમદાવાદ: IT કંપનીના બે કર્મચારીઓએ સિસ્ટમમાં છીંડા શોધીને 1.56 કરોડ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા, 6 વર્ષમાં પોટલો ફૂટ્યો. Ahmedabad News IT કંપનીમાં બેંકની વિગતો બદલીને બે કર્મચારીઓએ 156 કરોડની છેતરપિંડી કરી હતી

અમદાવાદ સમાચાર: એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલી એક IT કંપનીમાં સપોર્ટ હેડ તરીકે કામ કરતા બે કર્મચારીઓએ તેમની સત્તાનો દુરુપયોગ કરીને ઈ-ટેન્ડર અને ઈ-ઓક્શનના ક્લાયન્ટ રિફંડ સોફ્ટવેરમાં તેમના અંગત બેંક ખાતા ઉમેરીને રૂ. 1.56 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એલિસબ્રિજ ગુજરાત કોલેજ સાથે જોડાયેલી આઈટી કંપનીના ટેકનિકલ ઓડિટ દરમિયાન છેલ્લા 6 વર્ષથી ચાલતી છેતરપિંડીનો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

ટેક્નિકલ ઓડિટમાં પોટલો ફૂટ્યો

એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે વોલ સ્ટ્રીટ-2 કોમ્પ્લેક્સમાં આવેલી આઈટી કંપનીમાં ફાયનાન્સ હેડ તરીકે કામ કરતા ધ્વનિ કામાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની વિવિધ ઈ-ઓક્શન અને ઈ-ટેન્ડરિંગની કામગીરી કરે છે. જેમાં વિવિધ ક્લાયન્ટ કંપનીઓ દ્વારા આ આઈટી કંપનીમાં નાણાં જમા કરાવવામાં આવે છે. નાણાકીય જવાબદારી અને ટેકનિકલ કામગીરી તેમના સપોર્ટ સિસ્ટમ હેડ ધરમ રાઠોડ (વિશ્રામ નારેશ્વર ફ્લેટ, ઘાટલોડિયા) અને નિખિલ ખલાસ (વિશ્રામ રિવરસાઇડ પાર્ક, નવા વાસણા) દ્વારા કરવામાં આવી હતી. બંને મહત્વપૂર્ણ પોસ્ટ પર હોવાથી તેમને કંપનીના તમામ એક્સેસ અને પાસવર્ડ આપવામાં આવ્યા હતા.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

થોડા મહિના પહેલા ટેકનિકલ વિશ્લેષણ દરમિયાન કંપનીના વડાને જાણવા મળ્યું હતું કે કંપનીની સિસ્ટમ સાથે ચેડા કરવામાં આવ્યા છે અને IT કંપનીએ તેમના ગ્રાહકોને જે પૈસા પાછા આપવાના હતા તેના બેંક એકાઉન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે ધરમ રાઠોડ અને નિખિલ ખલાસે આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને સિસ્ટમમાં કુલ 3 બેંક એકાઉન્ટ નંબર બદલ્યા હતા.

આ પણ વાંચોઃ સુરત પાલિકાના ખાસીકાન અભિયાનની ‘વિપરીત અસર’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કૂતરાઓની સંખ્યા વધી

જેમાં એક ખાતું ધરમ રાઠોડનું હતું, બીજું ખાતું નિખિલ ખલાસનું હતું અને ત્રીજું બેંક ખાતું નિખિલની પત્ની પ્રિયંકાનું હતું. આ ત્રણેય ખાતાઓમાં વર્ષ 2021 થી 2026 સુધીમાં કુલ 1.56 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version