અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક પલટી જતા ટ્રાફિક જામ

અકસ્માત ચાલુ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર કાચનો જથ્થો રોડ પર વેરવિખેર થઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી ગઈ

મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં રહેલા કાચનો જથ્થો હાઈવે પર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ પણ વાંચોઃ ‘નેતા-નેતાની લડાઈમાં નિર્દોષો પીડિત…’ સુરતના કતારગામમાં ત્રણ ટીપી સ્કીમમાં અનામતના વિરોધમાં વિશાળ રેલી

અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેઈન અને સફાઈ કામદારોની મદદથી રોડ પર વેરવિખેર કાચનો જથ્થો હટાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version