અમદાવાદમાં આઇટીના દરોડા અમદાવાદ શહેરના કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા જૂથ પર આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. અમદાવાદમાં મયુર ડાયકેમ ઇન્ટરમીડિયેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો પર આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મયુર ડાયકેમ ગ્રુપની ઓફિસ, ફેક્ટરી અને માલિકોના રહેઠાણ પર તપાસ ચાલી રહી છે. આઈટી વિભાગ દ્વારા કુલ 20 થી વધુ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમોએ આજે વહેલી સવારથી મયુર ડાયકેમની કોર્પોરેટ ઓફિસ અને ફેક્ટરી પરિસરમાં ધામા નાખ્યા છે. ખાસ કરીને સોલા વિસ્તારમાં રહેતા ભાગીદારોના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.