cURL Error: 0 અમદાવાદમાં લગ્નમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા બાબતે અથડામણ, ટોળા પર હુમલો, ફરિયાદ નોંધાઈ | સંગીત પંક્તિ પછી અમદાવાદના સરસપુર વેડિંગમાં ફાઇટ ફાટી નીકળી - PratapDarpan
Home Gujarat અમદાવાદમાં લગ્નમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા બાબતે અથડામણ, ટોળા પર હુમલો,...

અમદાવાદમાં લગ્નમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા બાબતે અથડામણ, ટોળા પર હુમલો, ફરિયાદ નોંધાઈ | સંગીત પંક્તિ પછી અમદાવાદના સરસપુર વેડિંગમાં ફાઇટ ફાટી નીકળી

0
અમદાવાદમાં લગ્નમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા બાબતે અથડામણ, ટોળા પર હુમલો, ફરિયાદ નોંધાઈ | સંગીત પંક્તિ પછી અમદાવાદના સરસપુર વેડિંગમાં ફાઇટ ફાટી નીકળી

અમદાવાદ સમાચાર: અમદાવાદના સરસપુરમાં શુક્રવારે (20 ફેબ્રુઆરી) રાત્રે વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્નના કાર્યક્રમમાં ગીતો વગાડવામાં આવી રહ્યા હતા ત્યારે આસપાસના લોકો પહોંચી ગયા હતા અને ગીતો બંધ કરવાનું કહેતા ધક્કામુક્કી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામસામે મારામારી થઈ હતી. પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.

સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું

સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે એક છોકરીના લગ્ન હતા જેમાં જોરથી ડીજે વાગી રહ્યો હતો. ત્યારબાદ કેટલાક સ્થાનિકો પાર્ટી પ્લોટમાંથી બહાર આવ્યા હતા અને ધીમે ધીમે ગીતો વગાડવાનું કહ્યું હતું, જેના કારણે બંને સમુદાયના લોકો વચ્ચે મારામારી થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી હતી અને પાર્ટી પ્લોટની બહાર વાહનોની તોડફોડ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બ્લેકમેલ કરતી મહિલા મિત્રની અટકાયત

પોલીસે સાત લોકોની અટકાયત કરી હતી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવારો લઈને પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન પોલીસને જાણ થતાં શહેરકોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. પોલીસે સાત આરોપીઓની અટકાયત પણ કરી છે. હાલમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version