અમદાવાદ પોલીસ નાઇટ કોમ્બિંગ: અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ તલવારો અને ધારદાર હથિયારો સાથે ડર બતાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસની હાજરી છતાં બદમાશોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હવે અમદાવાદ પોલીસે રખિયાલ, ગરીબનગર અને અન્ય વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું છે.
રખિયાલ સહિતના વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ