![]()
UCC કાયદા પર ઓવૈસીનું નિવેદન: AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ આજે (4 એપ્રિલ) રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે અમદાવાદમાં બેઠક યોજી હતી. આ દરમિયાન ઓવૈસીએ કહ્યું કે AIMIM સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. આ સાથે ઓવૈસીએ UCC એક્ટને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસીએ કહ્યું, ‘AIMIM રાજ્યભરમાં 332 મ્યુનિસિપલ સીટો પર ઉમેદવારો ઉભા કરશે. જેમાં AIMIM 29 તાલુકા પંચાયત, 18 જિલ્લા પંચાયતની બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે AIMIM અમદાવાદ સહિત 6 નગરપાલિકામાં ઉમેદવાર ઉતારશે.
આ પણ વાંચોઃ ઉમરેઠ બેઠક પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય શક્તિ પ્રદર્શન
UCC કાયદા અંગે ઓવૈસીનું નિવેદન
ઓવૈસીએ 24 માર્ચ, 2026ના રોજ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલ ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) બિલ-2026 અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘આ UCCની નકલ છે જે ઉત્તરાખંડમાં બનાવવામાં આવી હતી. હિંદુ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ અને સક્સેશન એક્ટ છે, જે બધાને લાગુ કરવામાં આવ્યો છે. જો 16 ટકા આદિવાસીઓને બાકાત રાખવામાં આવે તો UCC કેવી રીતે ગણી શકાય. જો આ કાયદા હેઠળ લિવ-ઈન રિલેશનશિપ હોય તો RSS અને BJPની નૈતિકતા ક્યાં ગઈ? લગ્ન વગર સંબંધ રાખવા એ કેવી રીતે યોગ્ય છે?’
