અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ પાન મસાલા ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ | અમદાવાદમાં નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ ડુપ્લીકેટ પ્રોડક્ટ સાથે એકની ધરપકડ

અમદાવાદમાં નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશઃ અમદાવાદ સિટી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ ઓઢવ વિસ્તારમાં દરોડા પાડીને લોકપ્રિય બ્રાન્ડ પાન મસાલાના ડુપ્લિકેટ પેકિંગ કરતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી પાન મસાલા બનાવીને બજારમાં વેચવાના આ કૌભાંડમાં પોલીસે રંગે હાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થળ પરથી પેકિંગ મશીનરી અને કાચો માલ સહિત કુલ રૂ.3,34,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદના આધારે દરોડો

આ સમગ્ર મામલે અધિકૃત કંપનીના માલિક હિરેન પટેલ (ઉંમર 44)એ SOGમાં ડુપ્લિકેટ મેન્યુફેક્ચરિંગ અને કોપીરાઈટ ઉલ્લંઘનની તપાસ માટે લેખિત ફરિયાદ કરી હતી. તેને માહિતી મળી હતી કે ઓઢવ વિસ્તારના એક વ્યક્તિ દ્વારા જાણીતી બ્રાન્ડનો પાન મસાલા નકલી પેકેજીંગમાં બજારમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવેલા 6 કિલો ગાંજા જપ્ત, એકની ધરપકડ

ઓઢવની એસ્ટેટમાં નેટવર્ક ચાલતું હતું

ઓઢવના સેન્ટ્રલ વર્કશોપ રોડ પર ભરવાડવાસની બાજુમાં આવેલ વિજય એસ્ટેટ પ્લોટ નં-20/2ના બીજા માળે આવેલા શેડમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ગોમતીપુર વિસ્તારમાં રહેતા શબ્બીર અલી સરાફત અલી શેખ (ઉંમર 47)ની ફેક્ટરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ આ શેડમાં બ્રાન્ડેડ પાન મસાલાના ડુપ્લીકેટ પાઉચ ઈલેક્ટ્રીક મશીનરીનો ઉપયોગ કરીને કોઈપણ પરવાનગી વગર તૈયાર કરતા હતા.

સુરત, વડોદરા અને રાજસ્થાન સાથે જોડાણ

પોલીસે કરેલી પૂછપરછમાં તેણે આ ડુપ્લીકેટ પડીકી પેક કરીને સુરત, વડોદરા અને રાજસ્થાનમાં સપ્લાય કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ઈલેક્ટ્રીક પેકિંગ મશીન, તૈયાર પેકેટ, પ્રિન્ટેડ પેપર રોલ, ખાલી પાઉચ, 10 કિલો સોપારીનો કાચો માલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,34,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version