અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં નાસભાગ


ચાણક્યપુરી અથડામણ: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની શિવક આર્કેડ સોસાયટીમાં સશસ્ત્ર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટોળું તલવારો અને અન્ય હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી જતાં લોકોમાં ભય ફેલાયો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ચાણક્યપુરીમાં એક ટોળું ઘાતક હથિયારો સાથે નાસભાગ પર ઉતરી ગયું હતું

મળતી માહિતી મુજબ, ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીમાં તલવારો, પથ્થરો અને અન્ય ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વોનું ટોળું સોસાયટીમાં ઘુસી ગયું હતું અને હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: મેઘરાજાની રડારમાં જૂનાગઢઃ ગિરનાર ડુંગર પર સાડા પાંચ ઈંચ વરસાદ, સાંજ સુધીમાં શહેર સંપૂર્ણ જળબંબાકાર

સ્થાનિકોએ શું કહ્યું?

સ્થાનિકોનું કહેવું છે કે, ‘થોડા દિવસો પહેલા ભાડાના મકાનમાં પાંચ લોકોએ દારૂની મહેફિલ જમાવી હતી. આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરવામાં આવી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્રણેય શખ્સો ભાગી ગયા હતા અને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને હંગામો શરૂ કર્યો હતો. જેમાં સિક્યુરીટીની કેબીન અને વાહનોને નુકસાન થયું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version