Home Blog Page 4793

સુરત : સિવિલમાં શિવભક્તો હાલાકી દૂર કરવા ટોકન સિસ્ટમઆજથી અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ કામગીરી શરુ .

0

દર વર્ષે અમરનાથ યાત્રા માટે લખો શ્રદ્ધાળુઓ જતા હોય છે . આ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂર પડતી હોય છે .

માટે સુરત ની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં શિવભક્તો માટે આ સર્ટિફિકેટ ની કામગીરી આજથી શરુ કરવામાં આવી છે . દર વર્ષે સુરતમાંથી હજારો ભક્તો આ અમરનાથ યાત્રા માં જતા હોય છે .

નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  

0

રૂમલા ખાતે પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.

પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું 

આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ

    (નવસારી: સોમવાર) નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ  lઆદિમજૂથના સમુદાય સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

            આદિમજૂથના પરિવારોના  વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા ભારત સરકારના રાજ્ય ઉધોગ અને વાણિજ્ય મંત્રીશ્રી અનુપ્રિયા પટેલે  જણાવ્યું હતું કે ભારત સરકાર આદિમજૂથ પરિવારના છેવાડાના  માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે પીએમ જન મન અભિયાન કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે  આદિજાતિ વિસ્તારના ગામેગામ  પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ૨૦૪૭ સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે  આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે.  

              આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પીએમ જન મનનો મુખ્ય સંકલ્પ  આદિમજૂથના સમુદાયનો સર્વાંગી વિકાસનો છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના થકી આદિમજૂથના પરિવારના લોકો  પોતાના હકની જાણકારી પ્રાપ્ત કરી લાભન્વિત બને  અને   વિકાસની મુખ્યધારામાં યોગદાન આપે. 

              પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ દરમિયાન માન.પ્રધાનમંત્રીશ્રીનો  ભારતના  આદિમજૂથના  લાભાર્થીઓ સાથેનો  સીધા સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત રૂમલા ગ્રામજનોએ નિહાળ્યું હતું. ત્યારબાદ ગણદેવી તાલુકાના ખેરગામ ગામના લાભાર્થી જાગૃતિબેનએ પોતાને મળેલા લાભોનું વર્ણન કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો . 

               કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી અને ગણદેવી તાલુકાઓમાં વસતા આદિમજૂથના પરિવારના લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા. 

                આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના  અધિકારી શ્રી સુરેશ આનન્દુ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, નવસારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઑ સહિત સંબંધિત વિભાગના કર્મચારી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. 

પેવેલિયન ટ્રેડ અને કપડાના વેપારના પ્રચાર અને સલામત વેપાર માટે ફોસ્ટા ઓફિસના બોર્ડરૂમમાં ફોસ્ટા.જરૂરી મીટીંગો યોજાઈ.

0

આજે, 12/04/2024, FOSTA ઓફિસના બોર્ડરૂમમાં, સુરત પેવેલિયન ક્લોથ એસોસિએશનના પ્રમુખ દેવભાઈ સંચેતી અને તેમની કમિટી અને ગારમેન્ટ એસોસિએશનના દિનેશભાઈ અને તેમની ટીમ સાથે, પેવેલિયન ટ્રેડ અને કપડાના વેપારના પ્રચાર અને સલામત વેપાર માટે ફોસ્ટા ઓફિસના બોર્ડરૂમમાં ફોસ્ટા.જરૂરી મીટીંગો યોજાઈ.

પ્રમુખ શ્રી કૈલાશ હકીમે જણાવ્યું હતું કે પેવેલિયન વેપાર સાથે સંકળાયેલા 300 જેટલા વેપારીઓ અને કપડાના વેપાર સાથે સંકળાયેલા 600 વેપારીઓએ તેમની સંસ્થાને ફોસ્ટાનો ઘટક ગણાવીને ફોસ્ટામાં વિશ્વાસ અને વિશ્વાસ વધારવા સાથે જોડાવાનું સમર્થન કર્યું હતું.

હાલમાં, કાપડ બજારની વિવિધ સંસ્થાઓ ફોસ્ટામાં જોડાવામાં સહકાર આપી રહી છે, કાપડ બજારની અગ્રણી સંસ્થા કાપડ વેપારને લગતા તમામ ઘટકોને એકસાથે લઈને વિશાળ વટવૃક્ષ તરીકે કાર્ય કરશે.

આજની બેઠકમાં ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ સહિત સુરત મંડપ ક્લોથ એન્ડ ગારમેન્ટ એસોસિએશનના ફોસ્ટાના ડિરેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

પાવાગઢ ખાતે એક સંઘને પીકઅપ વાહને ટક્કર મારતાં એકનું મોત.

1
પાવાગઢ ખાતે એક સંઘને પીકઅપ વાહને ટક્કર મારતાં એકનું મોત.
ભરૂચ નજીક હાઈવે પર પાવાગઢ જઈ રહ્યા હતા ત્યારે એક પીકઅપ વાન સંઘને ટક્કર મારી હતી. નવસારીના ગડત ગામના સંઘ સાથે સંકળાયેલી ઘટના સામે આવી છે. પીકઅપ વાનને ટક્કર મારતાં એકનું મોત થયું છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

	            

સુરત : સરથાણા વિસ્તાર ની ઘટના , લાસકાણા વિસ્તાર માંથી ગેસ રીફલિંગ નું મોટું કૌભાંડ ઝડપાયું

0
Oplus_131072

સુરત ના સરથાણા વિસ્તાર ની ઘટના લાસકાણા વિસ્તાર માંથી ગેસ રીફલિંગ નું મોટું કૌભાંડ ઝડપાયું અલગ અલગ ગેસ ની બોટલ માંથી રીફલિંગ કરાઈ રહ્યું હતું .સરથાણા પોલીસે બાતમી ના આધારે કરી રેડ પોતાના ઘરે પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રીફલિંગ કરતો હતો . પોલીસે અલગ અલગ કંપની ની 50 થી વધુ ગેસ ની બોટલ એકત્ર કરી .ગેસ રીફલિંગ કરનાર પારસ ગુર્જર ની ધરપકડ કરી અંદાજીત 1 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

Oplus_131072

IPL 2024 : જસપ્રિત બુમરાહ : “તે કાં તો મારું બેટ અથવા પગ તોડી નાખશે,” સૂર્યકુમાર યાદવે RCB સામે MIની જીત બાદ કહ્યું.

0

11 એપ્રિલ (ગુરુવારે), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મુકાબલામાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બોલ વડે અદ્ભુત સ્પેલ બનાવ્યો. ચાર ઓવરમાં, મેચ-વિજેતા જમણા હાથના પેસરે આરસીબીની ઇનિંગ્સ દરમિયાન 5/21ના પ્રભાવશાળી આંકડા સાથે સમાપ્ત કર્યું જેમાં તેણે 196 રન બનાવ્યા. બુમરાહના બીજએ અદ્ભુત પરિણામ આપ્યું કારણ કે મુંબઈએ બેંગલુરુને સાત વિકેટે કચડી નાખ્યું અને લક્ષ્ય માત્ર 15.3 ઓવરમાં પૂર્ણ કર્યું.

યાદવ સૂર્યકુમારે બુમરાહ જસપ્રીતના વખાણ કર્યા.
સૂર્યકુમાર યાદવે જસપ્રિત બુમરાહની વિશેષ રીતે પ્રશંસા વ્યક્ત કરતા કહ્યું કે તેણે તેના પગ અને બેટને બચાવવા માટે નેટ્સમાં તેના સાથી ખેલાડીઓનો સામનો કર્યો નથી.

બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
બુમરાહે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું, જેણે આકર્ષક ટુર્નામેન્ટના ઇતિહાસમાં ક્યારેય બે પાંચ વિકેટ ઝડપનાર ચોથા બોલર તરીકે ઇતિહાસ રચ્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલર, જે હવે આ સિઝનમાં તમામ બોલરોને વિકેટમાં લીડ કરે છે, તેણે બોલ સાથે તેના અદ્ભુત કાર્યને પગલે પર્પલ કેપ જીતી. પાંચ મેચમાં બુમરાહે 5.95ના ઈકોનોમી રેટથી દસ વિકેટ લીધી છે.

બુમરાહે ચર્ચા કરી કે તે મેચ દરમિયાન તેની રમત યોજનાને અમલમાં મૂકી શકે તે સુનિશ્ચિત કરવા માટે તે કેટલો સમય પ્રશિક્ષણમાં વિતાવે છે અને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સફળતા માટે તેનો વિશ્વાસ શેર કર્યો.

સુરત : પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર નગીના મન્સૂરીની જાણકારી આપનારને રૂ.૨0,000/- નું રોકડ ઈનામ અપાશે .

0

ત્રણ વર્ષથી ગુમ થયેલી લિંબાયતની ૧૪ વર્ષીય નગીના મસૂરીની ભાળ મળે તો જાણ કરશો ..

અલી મુનીર અહેમદ મન્સૂરી (રહે: પ્લોટ નં.૪૧૫, મેઈન રોડ, બેઠી કોલોની, મીઠી ખાડી, લિંબાયત, સુરત, મુળ વતન:-ગામ: બહેરામપુર, થાના:-ચૌબેપુર, જી.વારાણસી, ઉત્તરપ્રદેશ) ની ૧૪ વર્ષ ૦૮ માસની પુત્રી લિંબાયતથી ગત તા.૩૦/૦૩/૨૦૨૧ ના રોજ કોઈને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. જેથી તેની માતા નઝમાબહેન મન્સુરીએ દીકરીના અપહરણની પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં આજ દિન સુધી ગુમ થનાર મળી ન આવતા ફરિયાદીએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હોઈ. ગુમ થનાર નગીનાની પોલીસને સચોટ માહિતી આપનાર તથા શોધી કાઢનાર વ્યક્તિને સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેના ગુપ્ત સેવા અનુદાન ફંડ’માંથી રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રોકડ ઈનામ અપાશે. ગુમ થનાર શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉં વર્ણ, ઉંચાઈ આશરે ૫.૦ ફુટ છે. તેણે શરીરે નારંગી કલરની સલવાર તથા મહેંદી કલરનો લહેંગો તેમજ મહેંદી કલરનો દુપટ્ટો પહેરેલ છે. આ કિશોરી વિષે જાણ કરવા માટે (૧) હે.કો. ધર્મેન્દ્ર કિશન મો.નં.૯૮૭૯૫૨૭૧૧૧ (૨) કાઈમ બ્રાચ. સુરત શહેર ફોન નં.૦૨૬૧-૪૩૬૦૨૪ (૩) સુરત શહેર પોલીસ કટ્રોલ રૂમ ટે.નં.-૦૨૬૧-૨૨૪૧૩૦૧ નો સંપર્ક કરવા મિસીંગ સેલ, ક્રાઈમ બ્રાંચ સુરતની યાદીમા જણાવાયું છે.

સુરત: સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે નોટિસ .

0

તા.૧૯ એપ્રિલ સુધીમાં સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-00 કલાક દરમિયાન ઉમેદવારો નામાંકનપત્રો પહોંચાડી શકશે.

-સુરત સંસદીય મતદાર વિભાગની યોજાનાર ચૂંટણી સંદર્ભે રોજ સુરત સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી ડો.સૌરભ પારધીએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે, જે મુજબ ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગના સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, રજ- સુરત સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટરશ્રી સુરતને કલેક્ટરશ્રીની ચેમ્બર, કલેક્ટર કચેરી પમો માળ, જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, અઠવાલાઈન્સ, સુરત અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, રજ- સુરત સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, સિટી સબ ડિવીઝન જિલ્લા સુરતને પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બર, એ-3. ત્રીજો માળ જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરત ખાતે મોડામાં મોડું તા.૧૯/૦૪/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-00 કલાક દરમિયાન નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકનપત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.. નામાંકન પત્રોની ચકાસણી કલેક્ટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ ૫મો માળ, જિલ્લા સેવા સદન-૨, બી- બ્લોક, અઠવાલાઈન્સ સુરત ખાતે તા.૨૦/૦૪/૨૦૨૪ (શનિવાર) ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે

ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટાણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરોક્ત અધિકારીઓમાંથી કોઈ પણ એક અધિકારીને તેમની કચેરીમાં તા.રર/૦૪/૨૦૨૪(સોમવાર) ના રોજ બપોરના 3-00 કલાક પહેલા પહોંચાડવાની રહેશે.