Surat: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા | સુરતના સિંગણપોરમાં બે મિત્રોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

Surat: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા | સુરતના સિંગણપોરમાં બે મિત્રોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

Surat: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા | સુરતના સિંગણપોરમાં બે મિત્રોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

સુરત ક્રાઈમ ન્યૂઝ: સુરતના સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને તેનો મિત્ર 25 વર્ષીય ભટ્ટુ માલી તેમના અન્ય મિત્રો સાથે સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયા હતા. આ દરમિયાન કોઈ નજીવી બાબતે ત્યાં હાજર અન્ય યુવકો સાથે તેની બોલાચાલી થઈ હતી. મામલો એ હદે વધી ગયો હતો કે અચાનક 10 થી 15 યુવાનોનું ટોળું તિક્ષ્ણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યું હતું અને બંને મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો.

યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો

હુમલાખોરોએ હર્ષિલ અને ભટ્ટુને નિશાન બનાવ્યા અને તેમના શરીર પર ચપ્પુ વડે ઈજાઓ પહોંચાડી. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. હુમલા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રાહદારીઓએ ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચોઃ ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માતઃ બાઇકને ટક્કર મારતાં કાર ટેન્કર સાથે અથડાઇ, કાકા-ભત્રીજાનું મોત

એક જ બનાવમાં બે આશાસ્પદ મિત્રોની હત્યાના સમાચાર સાંભળી બંને યુવકોના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. પરિવારજનોના કરૂણ આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. એક સાથે બે મોતના કારણે મૃતકના પરિવાર સહિત સમગ્ર સિંગણપોર વિસ્તારમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. બીજી તરફ, હત્યાની ઘટનાની જાણ થતાં જ સિંગાપોર પોલીસનો કાફલો વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]