India’s Got Latent વિવાદ: સુપ્રીમ કોર્ટે યુટ્યુબરRanveer Allahbadia, Samay Raina, Apoorva Mukhija, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના હોસ્ટ સમય રૈના અને અપૂર્વ મુખિજાને આગામી આદેશ સુધી કોઈપણ શો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

India’s Got Latent

India’s Got Latent વિવાદ: સુપ્રીમ કોર્ટે મંગળવારે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાડિયા, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના હોસ્ટ સમય રૈના અને અપૂર્વ મુખિજાને આગામી આદેશો સુધી કોઈપણ શો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર ‘પેરેન્ટ્સ સેક્સ’ ટિપ્પણી પર મહારાષ્ટ્ર અને આસામ સહિત વિવિધ રાજ્યોમાં તેમની સામે દાખલ કરાયેલી એફઆઈઆરને એક સાથે જોડવા માટે યુટ્યુબર રણવીર અલ્લાહબાડિયાની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે India’s Got Latent રોસ્ટ શો દરમિયાન કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ અલ્લાહબાદિયા સામે હવે કોઈ FIR દાખલ કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે પોડકાસ્ટર પર કેટલાક નિયંત્રણો પણ લાદ્યા હતા, જેમાં તેમને થાણે પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ મુજબ, અલ્લાહબાદિયાને કોર્ટની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી નથી.
આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કોટિશ્વર સિંહ સહિત બે જજોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના પુત્ર એડવોકેટ અભિનવ ચંદ્રચુડે અલ્લાહબાદિયાનો બચાવ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here