POK ના Rawalakotમાં પાકિસ્તાની સેના અને પોલીસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. પાકિસ્તાને RAWને દોષી ઠેરવ્યું કારણ કે પીઓકેમાં અન્યાયી કરને લઈને પાકિસ્તાન સરકાર સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ સુરક્ષાકર્મીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો.
તે જ સમયે, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ પોતાની માંગણીઓને લઈને 11 મેના રોજ POK ના મુઝફ્ફરાબાદમાં વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે CAF અને પંજાબ પોલીસની વધારાની ટુકડીની માંગ કરી છે. રાજ્યોએ બહારથી સૈનિકો તૈનાત કરવાની અને પરિસ્થિતિનો લોખંડી હાથે સામનો કરવાની યોજના બનાવી છે.
જેના કારણે વિરોધીઓ રોષે ભરાયા છે. જોઈન્ટ અવામી એક્શન કમિટીના નેતાઓએ નિર્ણય લીધો છે કે સરકાર દ્વારા 11 મેની ઘટનાઓને બળ દ્વારા નિષ્ફળ બનાવવાના કોઈપણ પ્રયાસનો સખત વિરોધ કરવામાં આવશે.
BIG NEWS 🚨 Indian flag hoisted in Rawalakot, Pakistan Occupied Kashmir, during a protest against the Pakistan Army and Police 🔥
— Times Algebra (@TimesAlgebraIND) May 10, 2024
Pakistan blames RAW ⚡ as Massive Protests have erupted in POK against Pakistan Govt over unjust taxes.
Protestors even pe*Ited stones at the… pic.twitter.com/DRh9NZaacI
POK ના લોકોનું કહેવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો પાસે ખોરાક, લોટ અને દાળ નથી અને પાવર કટ તેની ટોચ પર છે. ચારે બાજુ ભૂખમરો ફેલાયો છે અને લોકો મરી રહ્યા છે. તે જ સમયે, ભારત બચાવો શારદા સંગઠને પણ POK ના લોકોની માંગનું સમર્થન કર્યું છે.
જો કે, POK ની યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) અને જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કોઈપણ બળનો ઉપયોગ કરવા સામે પાકિસ્તાનને ચેતવણી આપી છે. પરંતુ, પીઓકેના ઘણા ભાગોમાં વિરોધોએ હવે હિંસાનું સ્વરૂપ લીધું છે.
પાકિસ્તાને 11 મેના રોજ અહીં વિરોધ પ્રદર્શનને ડામવા માટે પંજાબ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં ફ્રન્ટિયર કોર્પ્સ સુરક્ષા દળોને તૈનાત કર્યા છે. આ ઉપરાંત રેન્જર્સ અને ક્વિક રિસ્પોન્સ ફોર્સ પણ અહીં મોકલવામાં આવી છે.