
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ લાઈવ : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘કાર્યકાર સુવર્ણ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અમદાવાદના સ્ટેડિયમમાં ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશમાંથી 1 લાખથી વધુ કાર્યકરોએ હાજરી આપી છે. ત્યારે મહંત સ્વામી મહારાજ તમામ કાર્યકરોને આશીર્વાદ આપવા સ્ટેડિયમ પહોંચ્યા છે. સ્ટેડિયમમાં વિવિધ સંગીત અને નૃત્ય કાર્યક્રમો સાથે કરકરા સુવર્ણ મોહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
