આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

અપડેટ કરેલ: 2જી જુલાઈ, 2024

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

– ડિવાઈડરની વચ્ચે એક લીમડાનું ઝાડ પડ્યું

– અજાણ્યા શખસોના મૃતદેહને પીએમ માટે ખસેડાયાઃ જોખમી વૃક્ષો ન હટાવતા આણંદ અને વિદ્યાનગરમાં તંત્ર સામે રોષ

આણંદ: આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ પાસે સોમવારે બપોરે વરસાદી માહોલ વચ્ચે ઝાડ નીચે પડી જતાં એક ભિખારી જેવા વ્યક્તિનું ઝાડ નીચે કચડાઈ જતાં મોત થયું હતું. ફાયર વિભાગ અને આણંદ શહેર પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી હતી.

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ જમાવટ કરી છે. આણંદ શહેરમાં સોમવારે વહેલી સવારે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. દરમિયાન મોડી બપોરે આણંદના ભાલેજ ઓવરબ્રિજથી મહેન્દ્ર શાહ હોસ્પિટલ જવાના માર્ગ પર અચાનક લીમડાનું ઝાડ નીચે પડી જતાં ઝાડ નીચે આરામ કરી રહેલો ભિખારી જેવો અજાણ્યો વ્યક્તિ કચડાઈ ગયો હતો.

સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આણંદ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે અજાણ્યા વ્યક્તિનું તોતિંગના ઝાડ નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઝાડ પડી જવાના કારણે રોડની બંને બાજુ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ બનાવ અંગે આણંદ શહેર અને ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક હળવો કર્યો હતો. ફાયર વિભાગની ટીમે ઝાડ નીચે દટાયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આણંદ શહેરના સો ફૂટ રોડ અને આણંદ-વિદ્યાનગર રોડ પર આવા અનેક જોખમી વૃક્ષો હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા જોખમી વૃક્ષોને હટાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં જાગ્રતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અન્ય કોઇ બનાવમાં વધુ જાનહાનિ થતાં તંત્ર જાગશે તેવો આક્ષેપ શહેરીજનોએ કર્યો હતો.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]