અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી ગુજરાતમાં 31મી ડિસેમ્બરે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં લોકો નવા વર્ષનું જોરશોરથી સ્વાગત કરી રહ્યા છે. જ્યારે 2025ને આવકારવા માટે અમદાવાદ સહિતના શહેરોમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે.જેમાં અમદાવાદના બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, એસપી રીંગ રોડ સહિતના માર્ગો પર કિડિયારૂ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમિયાન, રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાતમાં પોલીસ એક્શનમાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.