5
નકલી ઓસ્ટ્રેલિયન ડોલર કેસ: અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે. અમદાવાદ શહેર પોલીસની એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમાં આવેલી આ ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજીની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટો, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખ રૂપિયાનો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.