જામનગરમાં રહેતા એક વૃદ્ધ તેમના ઘર પાસે બેઠા હતા. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા શખ્સે વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકી લીધી હતી અને ભાગી ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વાંબે આવાસ, આઠ માળીયામાં રહેતા અમૃતાબેન રમેશપુરી ગૌસ્વામી (66) ગત રાત્રે તા. 11ના મોડી સાંજે તેઓ તેમના ઘર પાસે ઈન્દિરા કોલોનીમાં રહેતા બહેન વનીતાબેનના ઘરે ગયા હતા.