Friday, November 22, 2024
Friday, November 22, 2024
Home Gujarat દ્વારકા પાસે ચાર વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 7ના મોત, 20થી વધુ ઘાયલ

દ્વારકા પાસે ચાર વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 7ના મોત, 20થી વધુ ઘાયલ

by PratapDarpan
2 views

દ્વારકા પાસે ચાર વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 7ના મોત, 20થી વધુ ઘાયલ

દ્વારકા પાસે મોટો અકસ્માત : દ્વારકાથી 8 કિમી દૂર બરડીયા પાસે ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ, ઈકો કાર, સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા દ્વારકા પ્રાંત અધિકારી તેમજ દ્વારકા પોલીસ, ફાયર બ્રિગેડ, ઈમરજન્સી 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં રાહદારીઓ અને આસપાસના વિસ્તારના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલ, ખંભાળિયા હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગાયો અને બળદોને બચાવવા જતાં દુર્ઘટના સર્જાઈ, 16 ગંભીર રીતે ઘાયલ થયા

પ્રાથમિક માહિતી મુજબ ગાય અને બળદને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે વળાંક લઈને બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને સામેથી આવતી ઈકો કાર અને સ્વિફ્ટ કાર અને બાઇક સાથે અથડાઈ હતી. જેના કારણે ઇકો અને સ્વિફ્ટમાં બેઠેલા 2 લોકો અને બસમાં બેઠેલા 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, 16 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર માનવામાં આવે છે. તમામ પ્રવાસીઓ દ્વારકાથી જામનગર, રાજકોટ અને અમદાવાદ જઈ રહ્યા હતા.

અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નામ

  • 1) હેતલબેન અર્જુનભાઈ ઠાકોર (ઉંમર 28) ગામ: કલોલ
  • 2) પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર (ઉંમર 18) ગામ: કલોલ
  • 3) તાન્યા અર્જુનભાઈ ઠાકોર (ઉંમર 3 વર્ષ) ગામ: કલોલ
  • 4) હિમાંશુ કિશનજી ઠાકોર (બીજું વર્ષ)
  • 5) વિરેન કિશનજી ઠાકોર
  • 6) ચિરાગભાઈ – ગામ: બરડીયા
  • 7) એક સ્ત્રી

નેશનલ હાઈવે હોવા છતાં રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે છતાં નેશનલ હાઈવે ઓથોરીટી તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. તેમની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. સાત લોકોના મોતથી દ્વારકા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સાંસદ, રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા

દ્વારકા-જામનગર સિવિલ હોસ્પિટલના તબીબોને સ્ટેન્ડબાય પર રહેવા આદેશ કરાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિ અને ડીવાયએસપી સાગર રાઠોડ અને તેમની ટીમે બચાવ અને સારવાર માટે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

You may also like

Leave a Comment