Saturday, September 21, 2024
26.1 C
Surat
26.1 C
Surat
Saturday, September 21, 2024

મહિલા વકીલ સાથે છેતરપિંડી કરીને રેપ કેસમાં IPSની મુશ્કેલી વધી

Must read

મહિલા વકીલ સાથે છેતરપિંડી કરીને રેપ કેસમાં IPSની મુશ્કેલી વધીઅમદાવાદ,
શુક્રવાર

ગાંધીનગર પોલીસ ભવનમાં એસપીનો હોદ્દો ધરાવતા IPS અધિકારી દ્વારા મહિલા વકીલની છેડતી કરવાના ગંભીર આરોપ સંદર્ભે કરાયેલી અરજી સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જેથી એડીજીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે આઈપીએસ અધિકારી વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં તે આઈપીએસ અધિકારીના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ ચેટ, ઓડિયો ક્લિપ જેવા મહત્વના પુરાવા છે. જેથી આઈપીએસ અધિકારીની મુશ્કેલી વધી છે. તો તપાસ બાદ આઈપીએસની ભૂમિકા નક્કી થશે તો તેમની સામે ગુનો નોંધવાની સૂચના પણ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરના પોલીસ ભવનમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા એક IPS અધિકારીએ એક મહિલા વકીલ સાથે મિત્રતા કરી અને અપરિણીત હોવાનો દાવો કરીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. જોકે, પોતે પરિણીત હોવાની જાણ મહિલા વકીલને થતાં તેણે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને અમદાવાદમાં લગ્ન કરીને પોતાનો ભૂતકાળ ભૂલી જવાનો પ્રયાસ કર્યો હતો. પણ, IPS અધિકારી મહિલા વકીલને સતત ફોન કરીને હેરાન કરી રહ્યા હતા અને વાત તેના પતિ સુધી પહોંચી હતી. જેના આધારે રાજ્યના ગૃહ વિભાગ, ડીજીપી વિકાસ સહાય ઉપરાંત રાષ્ટ્રપતિ અને પીએમઓને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ વિભાગે ડીજીપીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી આ કેસની તપાસ એડીજીપીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે.

જેમાં પોલીસે મહિલા વકીલના પતિ પાસેથી આઈપીએસની વોટ્સએપ ચેટ કરી હતી,
IPS ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના CCTV ફૂટેજ અને મહિલાના પતિ અને IPS અધિકારી વચ્ચેની 42 મિનિટની ઓડિયો ક્લિપનો સમાવેશ થાય છે. આ અંગે એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું કે અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, એસપી કક્ષાના અધિકારી સામે પુરાવા હોવાથી પ્રાથમિક રિપોર્ટ બાદ તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ, એવી સ્થિતિ સર્જાઈ છે કે એસપી કક્ષાના આઈપીએસ અધિકારીની મુશ્કેલી વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article