Sitapur : યુપીના વ્યક્તિએ માતા, પત્ની, બાળકોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી

0
49
Sitapur

Sitapur માં હત્યારાનું તાંડવ , યુવકે ત્રણ સંતાનો, માતા- પત્નીની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો , સંતાનોને છત પરથી ફેકી, પત્નીને હથોડો ઝીંકી અને માતાને ગોળી ધરબી મારી નાખ્યા

Sitapur
( Photo : Amar Ujala )

ઉત્તર પ્રદેશ, તા 11 ઉત્તર પ્રદેશના Sitapur માં 6 લોકોની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 5 સભ્યોની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી. 45 વર્ષીય આરોપીએ તેની માતા, પત્ની અને ત્રણ બાળકોની ઘરમાં જ હત્યા કર્યા બાદ પોતાને ગોળી મારીને જીવનનો અંત આણ્યો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે. તેણે માતાને ગોળી મારી, પત્નીને હથોડી વડે માર માર્યો અને બાળકોને ટેરેસ પરથી ફેંકી દીધા.

ઘટના અંગે માહિતી આપતા સીતાપુરના જજઙ ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે આ ઘટના રામપુર મથુરા પોલીસ સ્ટેશનના પલ્હાપુર ગામમાં બની હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી 45 વર્ષીય અનુરાગ સિંહ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે. તેણે તેની માતા, પત્ની, પુત્ર અને 2 પુત્રીઓની બંદૂક અને હથોડીથી હત્યા કરી હતી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી.

Sitapur : ઘટના સ્થળ સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે. અનુરાગ દારૂના નશામાં હતો. તેણે પહેલા માતા સાવિત્રી દેવી (62) વીરેન્દ્ર સિંહ ના માથે ગોળી મારી ત્યાર બાદ બાદ તેણે તેની પત્ની પ્રિયંકા સિંહ (40)ના માથામાં હથોડી વડે માર માર્યો હતો. દીકરી આશ્વી (12), અર્ના (08) છત પરથી ફેંકાઈ ગયા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પુત્ર અદ્વિક (04)ને લખનૌ ટ્રોમા સેન્ટરમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ અનુરાગ સિંહ (45)એ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટના શનિવારે વહેલી સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે ઘટનાની જાણ થતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સીઓ દિનેશ શુક્લા પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here