‘ગ્રેટ વોલ’ તરીકે જાણીતા પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું વડોદરામાં નિધન

‘ગ્રેટ વોલ’ તરીકે જાણીતા પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું વડોદરામાં નિધન

‘ગ્રેટ વોલ’ તરીકે જાણીતા પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું વડોદરામાં નિધન

વડોદરા, બુધવાર: ભારતીય ક્રિકેટ ટીમમાં ‘ગ્રેટ વોલ’ તરીકે જાણીતા દિગ્ગજ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું આજે મોડી રાત્રે વડોદરામાં 72 વર્ષની વયે નિધન થયું છે.

શુમન ગાયકવાડ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા, તેઓ સારવાર માટે લંડન પણ ગયા હતા અને ત્યાંથી તેઓ બે મહિના પહેલા વડોદરા આવ્યા હતા જ્યાં તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન બુધવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અંશુમન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડ પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા અંશુમન ગાયકવાડે 40 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ અને 15 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

તેણે 1974માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1974માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 1975માં ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી ODI રમી હતી.

અંશુમન ગાયકવાડે ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમને બે વખત કોચિંગ પણ આપ્યું છે.

તેમને યાદ કરતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ કહ્યું કે અમે તેમને જોઈને અને તેમની સાથે રમીને ક્રિકેટ શીખ્યા. તેઓ કડક શિસ્તમાં માનતા હતા. અંશુમન ગાયકવાડની વિદાય એ બરોડા ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ માટે મોટી ખોટ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]