ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા: ગુજરાત અને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના આંકડા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાએ સરકારની શિક્ષણ નીતિઓ, વારંવાર પેપર લીક થવા અને નોકરીની અસલામતી પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષનો દાવો છે કે શિક્ષણના નામે થતી ખુલ્લેઆમ લૂંટ, પરીક્ષાનું અસહ્ય દબાણ અને ભયંકર બેરોજગારીને કારણે યુવાનો ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા છે.
દેશભરમાં દરરોજ સરેરાશ 40 થી વધુ કિશોરો પોતાનો જીવ ગુમાવે છે
NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના ડેટાને ટાંકીને કોંગ્રેસે કહ્યું છે કે 2019 અને 2024 વચ્ચે 18 વર્ષથી ઓછી ઉંમરના 63,915 બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી છે. તેનો અર્થ એ કે દેશમાં દરરોજ 40 થી વધુ કિશોરો આત્મહત્યા કરે છે. આ ઉપરાંત 30 વર્ષથી ઓછી ઉંમરના 12,598 યુવાનોએ આ જ સમયગાળામાં માત્ર પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે જીવન ટૂંકાવ્યું છે, જે દરરોજ સરેરાશ 5 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે.
ગુજરાતમાં આત્મહત્યાની સંખ્યામાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાં છેલ્લા વર્ષમાં ચોંકાવનારો વધારો થયો છે. વિપક્ષ દ્વારા જાહેર કરાયેલ છેલ્લા 4 વર્ષના આંકડા નીચે મુજબ છે.

માત્ર વર્ષ 2024ની વાત કરીએ તો સમગ્ર દેશમાં 14,488 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વર્ષ 2019 અને 2024 ની વચ્ચે, લગભગ 16% બાળકોની આત્મહત્યાના કેસોમાં મોટો વધારો થયો છે.’
તંત્ર સામે પ્રશ્નો અને મુખ્ય માંગણીઓ
ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે NEET, JEE, CUET, GPSC અને UPSC જેવી મહત્વની પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓને કારણે વિદ્યાર્થીઓનો સિસ્ટમમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. ડિગ્રી મેળવ્યા પછી પણ નોકરીની કોઈ ગેરંટી નથી અને વર્ષોથી ભરતી પ્રક્રિયાઓ અટવાયેલી રહે છે, જેના કારણે યુવાનોમાં વ્યાપક નિરાશા જોવા મળી રહી છે.
આ ગંભીર સ્થિતિને કાબુમાં લેવા વિપક્ષે સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ કરી છે
– પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ખૂબ જ કડક અને વિશેષ કાયદો બનાવવો જોઈએ.
– રાજ્યની દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય પરામર્શ કેન્દ્ર અને હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ.
– તમામ ભરતી અને પ્રવેશ પરીક્ષાઓ માટે સંપૂર્ણ પારદર્શક અને સમયબદ્ધ સિસ્ટમ લાગુ કરવી જોઈએ.
– વિદ્યાર્થીઓની આત્મહત્યાના કારણો શોધવા માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નવી નીતિ ઘડવામાં આવે.

