![]()
વડોદરા : વડોદરાના ખોડિયાર નગર પાસે રહેતા અમિતકુમાર યાદવ બે વર્ષથી વાડી ટાવર પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેણે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે મારી બેંકના પરિસરમાં એટીએમ છે. તેના મેનેજર કલ્પેશકુમાર દિનેશભાઈ રાઠોડ છે જેમની ઓફિસ પેરેડાઈઝ કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે. 24મીએ રાત્રે 10:30 કલાકે કલ્પેશ રાઠોડે મને ફોન કરીને જણાવ્યું હતું કે અમારા સ્ટેટ બેંકના એટીએમમાં એક્ટિવિટી છે તેથી મેં શટર બંધ કરી દીધું છે. મેં હા પાડી ત્યારે કલ્પેશભાઈએ તેમનો માણસ મોકલીને એટીએમ બંધ કરાવ્યું હતું.
બીજા દિવસે બેંકનો ગ્રાહક નૈનેશ પટણી આવ્યો અને તેણે રાત્રે 9 વાગ્યે એટીએમમાંથી દસ હજાર ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કર્યું હતું પરંતુ પૈસા નીકળ્યા ન હતા અને મારા ખાતામાંથી ડેબિટ થઈ ગયા હતા.