- રમતગમત સંકુલના બાંધકામ, બજેટ, ઉપયોગિતા અને ભાવિ આયોજન અંગે AMC પાસેથી વિગતવાર માહિતી મેળવી
અમદાવાદ, 30 મે, 2026 – ન્યુઝીલેન્ડથી પ્રતિનિધિ મંડળે અમદાવાદના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી અને રમતગમતની સુવિધાઓ, તેના બાંધકામ અને ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન્યુઝીલેન્ડની અગ્રણી રમત-ગમત સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ 29 મે, 2026ના રોજ અમદાવાદની મુલાકાતે આવ્યું હતું જેમાં શહેરમાં વિકસિત અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શાવવા તેમજ ભવિષ્યમાં ભારતમાં યોજાનારી વિવિધ મોટા પાયે મલ્ટિ-સ્પોર્ટ ઈવેન્ટ્સ માટે પ્રસ્તાવિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિમંડળમાં એથ્લેટિક્સ ન્યુઝીલેન્ડ, હોકી ન્યુઝીલેન્ડ, સ્વિમિંગ ન્યુઝીલેન્ડ, બોલ્સ ન્યુઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ જેવી અગ્રણી રમત સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સામેલ છે, જેઓ ભારતમાં વિવિધ રમત માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન કરવા અને ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (GSID)ના અધિકારીઓ સાથે ચર્ચા કરવા આવી રહ્યા છે.
પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એશિયા ન્યુઝીલેન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી આ મુલાકાતનો હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રમતગમતની સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ વિશે માહિતી મેળવવાનો હતો, જેમાં આ રમતગમત સંકુલોને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો, કેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને આગામી કોમનવેલ્થ 2030ની તૈયારીઓ વિશે માહિતી મેળવવાનો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદઃ IPL ફાઈનલ મેચની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા 2 લોકો ઝડપાયા
પ્રતિનિધિમંડળમાં ન્યુઝીલેન્ડની વિવિધ અગ્રણી રમત સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સામેલ હતા. એશિયા ન્યુઝીલેન્ડ ફાઉન્ડેશનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્સ્ટી શાર્પ કરી રહ્યા છે. મહિલા રમતમાં અગ્રણી વ્યક્તિ અને સ્પોર્ટ એઓટેરોઆમાં મહિલાના ઉપાધ્યક્ષ એરિન રોક્સબર્ગ તેમજ વેલિંગ્ટનની વિક્ટોરિયા યુનિવર્સિટીમાં સ્પોર્ટ મેનેજમેન્ટના લેક્ચરર તે હરેંગા વાકા પણ પ્રતિનિધિમંડળનો ભાગ છે. પ્રતિનિધિમંડળમાં એથ્લેટિક્સ ન્યુઝીલેન્ડના નેશનલ ડેવલપમેન્ટ મેનેજર કર્સ્ટન કિલમિસ્ટર, બોલ્સ ન્યુઝીલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક કેમરોન, હોકી ન્યુઝીલેન્ડના જનરલ મેનેજર સિમોન બ્રિલ, સ્વિમિંગ ન્યુઝીલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ જોન્સ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના કોમર્શિયલ ડેવલપમેન્ટ એન્ડ બ્રોડકાસ્ટ હેડ એફ થોમસ પણ સામેલ છે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પ્રતિનિધિમંડળ 29 મે, 2026ના રોજ સવારે 9:00 કલાકે અમદાવાદની મુલાકાત લેશે. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક મુલાકાત લીધી. શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, IAS, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (SRFDCL), શ્રી દીપક પટેલ, જનરલ મેનેજર (એડમિન- SRFDCL) અને શ્રી સુશાંત ભટ્ટ, DGM (માર્કેટિંગ- SRFDCL) એ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. ત્યારબાદ સવારે 10:30 કલાકે પ્રતિનિધિમંડળે નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ માટે શ્રી નિલેશકુમાર સી. પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) અને શ્રી રૂષિ વાય. પંડ્યા, ઈન્ચાર્જ સિટી ઈજનેર અને એડિશનલ સિટી ઈજનેર (વેસ્ટ ઝોન) એ સંકલનની કામગીરી સાંભળી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મેનેજર શ્રી આકાશ સથવારાની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે જીએસઆઈડી તરફથી શ્રી અનિરુદ્ધ દેસાઈ, જીલ્લા રમતગમત વિકાસ અધિકારી, અમદાવાદ (શહેર)ની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

