ગાંધીનગર, 27 મે 2026 – વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (એફઓસી-ઇન-સી) વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને 20 મે, 2026ના રોજ પોરબંદર અને ઓખાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, ગુજરાત નેવલ એરિયા (નૌકાદળ વિસ્તાર) હેઠળ વિવિધ એકમોની ઓપરેશનલ તૈયારી, કાર્યકારી કામગીરી અને વહીવટી માળખાકીય સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારો સાથેની વાતચીત દરમિયાન, તેમણે ઓપરેશનલ તૈયારી અને સતર્કતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
FOC-in-C (વેસ્ટ) ગુજરાત નેવલ એરિયાની મુલાકાત
વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ, #FOCinC 20 મે 26 ના રોજ પોરબંદર અને ઓખાની મુલાકાત લીધી ⚓🇮🇳. મુલાકાત દરમિયાન, ઓપરેશનલ તૈયારી, ચાલુ ઓપ અને એડમિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને… pic.twitter.com/yybEfYFmj9
— ગુજરાત નેવલ એરિયા (@IN_GDD) 26 મે, 2026
