સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ગુમાવ્યા: SIR ઓપરેશન પછીની પ્રથમ ચૂંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક? | સુરત કોર્પોરેશનની બે ચૂંટણી વચ્ચે 8 22 લાખ મતદારો ઘટ્યા

સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ગુમાવ્યા: SIR ઓપરેશન પછીની પ્રથમ ચૂંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક? | સુરત કોર્પોરેશનની બે ચૂંટણી વચ્ચે 8 22 લાખ મતદારો ઘટ્યા

સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ગુમાવ્યા: SIR ઓપરેશન પછીની પ્રથમ ચૂંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક? | સુરત કોર્પોરેશનની બે ચૂંટણી વચ્ચે 8 22 લાખ મતદારો ઘટ્યા

સુરત કોર્પોરેશનની ચૂંટણી: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સૌથી મોટો મુદ્દો રોડ-પાણી, ભ્રષ્ટાચાર અને વિકાસની સાથે મતદાર યાદીમાંથી કપાયેલા મતદારો અને વોટિંગ પેટર્ન પણ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. સુરત મહાનગરપાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટ્યા હવે SIRની કામગીરી બાદ પ્રથમ ચૂંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક? તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. ચૂંટણી પહેલા કેટલાક સૂત્રો વાયરલ થયા હતા. જેમાં પહેલા કમળ પછી ખમણ કે પહેલા ઝાડુ પછી લાડુ બંનેમાંથી કયું સાચુ રહેશે તે આવતીકાલે મતગણતરી બાદ જ ખબર પડશે.

વર્ષ 2021ની ચૂંટણીમાં 32.88 લાખ મતદારોની યાદી હતી, જે 2026માં સીધી 24.76 લાખ થઈ ગઈ છે. એટલે કે 8.22 લાખ મતદારો ઘટ્યા છે. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ના ઓપરેશન પછીનો આ મોટો કાપ હવે સીધા રાજકીય સમીકરણોને અનિશ્ચિત બનાવી રહ્યો છે. આ વખતે 24.76 લાખ મતદારોમાંથી માત્ર 14.68 લાખ મતદારો જ ઘર છોડીને મતદાન મથકે પહોંચ્યા હતા. આ સાથે, મતદાનની પેટર્ન અને ચૂંટણીના મૂડમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેના કારણે રાજકીય પક્ષો જીતના દાવા કરે છે પરંતુ તેમને કેટલી બેઠકો મળશે તે ચોક્કસ કહી શકતા નથી.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. પાલિકાના રાંદેર-અઠવા ઝોનમાં AAP કે કોંગ્રેસ બંનેમાંથી કોઈ દાવો કરી રહ્યું નથી. જેથી ભાજપ આ વિસ્તારમાં ક્લીન સ્વીપ કરશે, જ્યારે AAP પાટીદાર-પ્રજાપતિ વિસ્તાર, કતારગામ વિસ્તાર અને પાટીદાર બહુમતી વિસ્તારમાં પોતાનો ગઢ હોવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ભાજપ આ વખતે આ ગઢ પાછો મેળવવાનો દાવો કરી રહી છે.

આ ઉપરાંત બીજી તરફ સેન્ટ્રલ ઝોન-કતારગામ અને લિંબાયતના કેટલાક વોર્ડમાં ભાજપ-આપના નારાજ નેતાઓ-કાર્યકરોના કારણે ક્રોસ વોટિંગ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ નુકસાન ભાજપને વધુ થશે કે પછી મતગણતરી બાદ જ ખબર પડશે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં શૂન્ય પર સમેટાયેલી કોંગ્રેસ આ વખતે પાલિકામાં ખાતું ખોલશે કે કેમ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. મતગણતરી પહેલા અટકળો કેટલી સાચી અને કેટલી ખોટી તે મંગળવાર બપોર સુધીમાં ખબર પડશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]