ગુજરાત પંચાયત વિભાગ બઢતી-તબદીલી: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગની બદલી અને વર્ગ-3ના કર્મચારીઓની બઢતી માટેના આદેશો જારી કર્યા છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તેમજ વર્ગ-3ના કર્મચારીઓને વર્ગ-2માં બઢતી આપી નવી નિમણૂંક આપવામાં આવી છે.
પંચાયત વિભાગમાં બદલી-બઢતીનો હુકમ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કુલ 35 TDOની બદલી કરવામાં આવી છે. જ્યારે વર્ગ-3ના કુલ 118 કર્મચારીઓને ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના ટીડીઓ તરીકે બઢતી આપવામાં આવી છે. 44,900 થી રૂ. 1,42,400 પગાર ધોરણ (લેવલ-8)માં તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.



વર્ગ-3ના 118 કર્મચારીઓને TDOમાં બઢતી
સુરેન્દ્રનગર ડેપ્યુટી ચિટનીશ એસઆઈ ઝીંઝુવાડિયાને બોટાદ બરવાળાના ટીડીઓ તરીકે બઢતી આપવામાં આવી છે. તેવી જ રીતે રાજકોટના નાયબ ચિટનીશ રાકેશ રાઠોડને માળીયામિયાણા, મોરબીના ટીડીઓ તરીકે નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે.








આ પણ વાંચો: પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટી છાબરડો, B.Com સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા!
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કરાયેલી કેટલીક બદલીઓ મૂળ અસરથી રદ કરવામાં આવી છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણના ટીડીઓ ગીતાબેન ધીરૂભાઈ શિરોયા, પંચમહાલ શહેરના ટીડીઓ પાર્થકુમાર પટેલ સહિત પાંચ ટીડીઓ સામેલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પંચાયત વિભાગમાં ઘણા સમયથી બઢતીના ઓર્ડર પેન્ડિંગ હતા, જેમાં TDOની 100 જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે.
