સુરત મુ. કમિશ્નર રોડ પર પટકાયાઃ BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહનચાલકોને પાઠ ભણાવ્યો સુરત મ્યુનિસિપલ કમિશનરે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહનચાલકોને પાઠ ભણાવ્યો

સુરત મુ. કમિશ્નર રોડ પર પટકાયાઃ BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહનચાલકોને પાઠ ભણાવ્યો સુરત મ્યુનિસિપલ કમિશનરે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહનચાલકોને પાઠ ભણાવ્યો

સુરત મુ. કમિશ્નર રોડ પર પટકાયાઃ BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહનચાલકોને પાઠ ભણાવ્યો સુરત મ્યુનિસિપલ કમિશનરે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહનચાલકોને પાઠ ભણાવ્યો

સુરત BRTS કોરિડોર : સુરત મુ. કમિશનર વિવિધ ઝોનની ઓચિંતી મુલાકાત લઈ સફાઈ કામગીરી હાથ ધરતા હતા ત્યારે પર્વત પાટિયાથી પુના કેનાલ રોડ સુધીના બીઆરટીએસ કોરિડોરમાં અનેક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશતા જોવા મળ્યા હતા. મુન. કમિશનરે સ્થળ પર તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત વાહનચાલકોને અટકાવ્યા હતા અને ટ્રાફિક શિસ્તના મહત્વના પાઠ ભણાવ્યા હતા. BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ જાહેર પરિવહન વ્યવસ્થાને અવરોધે છે અને અકસ્માતોની શક્યતાઓ વધારે છે. હવેથી આવી ભૂલ થશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે.

આજે સવારે મ્યુનિસિપલ કમિશનરે વરાછા ઝોન-એ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈ અભિયાનની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન પર્વત પાટિયાથી પુના કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં અનેક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશતા જોવા મળ્યા હતા. કેટલાક બેદરકાર અને અનૈતિક ડ્રાઇવરો નિયમોનું ઉલ્લંઘન કરીને BRTS કોરિડોરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા ઝડપાયા હતા. આ દ્રશ્ય જોયું મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને કડક વલણ અપનાવી તાત્કાલિક કાર્યવાહી કરી હતી. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને અટકાવીને જાહેરમાં ટ્રાફિક શિસ્ત શીખવવામાં આવી હતી. BRTS કોરિડોર સામાન્ય રસ્તાઓ નથી, પરંતુ શહેરનું જાહેર પરિવહન છે. તેમાં ગેરકાયદે પ્રવેશ એ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખે છે. બસો બંધ થવાથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને આવા બેદરકારી ચાલકોના કારણે ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. તેમ છતાં કેટલાક લોકો પોતાની સગવડ માટે શહેરની સુરક્ષા સાથે રમત રમે છે, જે ગંભીર બાબત છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુન. તંત્રએ ભારપૂર્વક જણાવ્યું છે કે હવે બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદે પ્રવેશ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કડક કાર્યવાહી કરવામાં આવશે, કેમેરાનું સર્વેલન્સ વધારવામાં આવશે અને જરૂર જણાય ત્યાં સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શિસ્તમાં રહેવા અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે નિયમોનો ભંગ કરીને શહેરમાં બેદરકારીથી વાહન ચલાવનારાઓ માટે આ ચેતવણી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]