અડાલજ-જુંદાલ હાઈવે પર ટ્રકની ટક્કરથી મોપેડ સવાર મહિલાનું મોત અડાલજ જુંદાલ હાઈવે પર ટ્રકની ટક્કરથી મોપેડ સવાર મહિલાનું મોત

અડાલજ-જુંદાલ હાઈવે પર ટ્રકની ટક્કરથી મોપેડ સવાર મહિલાનું મોત અડાલજ જુંદાલ હાઈવે પર ટ્રકની ટક્કરથી મોપેડ સવાર મહિલાનું મોત

અડાલજ-જુંદાલ હાઈવે પર ટ્રકની ટક્કરથી મોપેડ સવાર મહિલાનું મોત અડાલજ જુંદાલ હાઈવે પર ટ્રકની ટક્કરથી મોપેડ સવાર મહિલાનું મોત

માર્ગો પર વધતા જતા અકસ્માતો વચ્ચે

તે રસોઈયા તરીકે કામ કરવા જઈ રહ્યો હતો ત્યારે એક ઝડપે આવતી ટ્રકે તેને ટક્કર મારી હતી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે શુક્રવારે બપોરે અડાલજ-જુંડાલ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક 35 વર્ષીય મહિલા જે રસોઈયા તરીકે કામ કરવા જઈ રહી હતી તે સમયે એક ઝડપી ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે કેસ નોંધ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લાના માર્ગો પર અકસ્માતો વધી રહ્યા છે અને હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં શહેર નજીક અડાલજ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અડાલજ વિસ્તારમાં ભાડુઆત રહેતા મુકેશગીરી ગોસ્વામીના પત્ની હેતલબેન શુક્રવારે બપોરે બાર વાગે પોતાના એક્ટીવા પર બેસીને અન્વ્યા પરમેશ્વર ખાતે રસોઇના કામ માટે નીકળ્યા હતા. અડાલજ-જુંડાલ રોડ પર નર્મદા નવી બાંધકામ સાઈટની સામે હાઈવે પર બપોરના સમયે એક્ટિવાને પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, હેતલબેનને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ હેતલબેનના ફોન પરથી તેમના પતિને જાણ કરી હતી. પતિ મુકેશગીરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે હેતલબેન લોહીના ખાબોચિયામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક હેતલબેનને સાત વર્ષની પુત્રી નિરાલી છે. તેમ પતિ મુકેશગીરીએ જણાવ્યું હતું, 20 દિવસ પહેલા તેનું ઓપરેશન થયું હોવાથી તે પોતે ઘરે હતો. રસોઇ કરીને ઘર ચલાવવામાં મદદ કરતી હેતલબેનના આકસ્મિક મૃત્યુથી માસુમ પુત્રીએ માતાનો પડછાયો ગુમાવી દીધો છે અને પરિવારમાં ઘેરા શોકમાં ગરકાવ છે.