cURL Error: 0 દશરથ ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા ઝડપાઈ દશરથ ગામમાં દારૂની ફેક્ટરી ચલાવતી મહિલા ઝડપાઈ - PratapDarpan
4.2 C
Munich
Wednesday, February 25, 2026

દશરથ ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા ઝડપાઈ દશરથ ગામમાં દારૂની ફેક્ટરી ચલાવતી મહિલા ઝડપાઈ

Must read

દશરથ ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા ઝડપાઈ દશરથ ગામમાં દારૂની ફેક્ટરી ચલાવતી મહિલા ઝડપાઈ

વડોદરાપીસીબી પોલીસે વડસર અને દશરથ ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીસીબી પોલીસને બાતમી મળી હતી કે વડસર ગામના માળી મહોલ્લામાં ગૌચરવાળા ફળિયામાં રહેતા રૂપાભાઈ ઉર્ફે સંજય વિરાભાઈ માળી પોતાના ઘરની બાજુમાં આવેલ પાનના ગલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેના આધારે પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડી સંજયની ધરપકડ કરી હતી. પોલીસે 600 લીટર વોશ, 3 લીટર દારૂ અને કુલ 15,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, દશરથ માળી વાસણા ટેકરામાં રહેતા કોકીલાબેન દિનેશભાઈ માળી દેશી દારૂનું કારખાનું ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે કોકીલાબેનની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી દારૂ અને વોશ મળી કુલ રૂ.3,470ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article