cURL Error: 0 જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલામાંથી વીજચોરી ઝડપાઈ જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલામાંથી વીજચોરી ઝડપાઈ - PratapDarpan

જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલામાંથી વીજચોરી ઝડપાઈ જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલામાંથી વીજચોરી ઝડપાઈ

Date:

– થાનગઢમાં પોલીસ અને PGVCLનું મેગા ઓપરેશન

– મીટર વગર ડાયરેક્ટ કનેક્શન લઈને એસી અને લક્ઝરી સુવિધાઓ વચ્ચે વીજળીની ખુલ્લી ચોરી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલી વીજચોરીને ડામવા માટે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં વીજ નુકશાનનું પ્રમાણ 25 ટકાને વટાવી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાનગઢના જામવાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને જ્યાં ખનીજ ચોરી પ્રવૃતિઓ વધુ હોય તેવા સ્થળોને નિશાન બનાવીને ચુસ્ત પોલીસ હાજરી સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન થાનગઢના જામવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત ભૂમાફિયા વિઠ્ઠલ જગા અલગોતર સહિતના ખનીજ માફિયાઓ તેમના મહેલના બંગલામાં કોઈપણ પ્રકારના વીજ મીટર વગર વીજળીનો ઉપયોગ કરતા હતા.

આ માફિયાઓ એસી અને અન્ય મોંઘા ઈલેક્ટ્રીકલ ઉપકરણોનો ઉપયોગ સીધો થાંભલા પરથી કરી રહ્યા હતા. તપાસમાં ગેરકાયદે કનેકશન મળી આવતા તંત્ર દ્વારા તગડો દંડ વસુલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિત 50થી વધુ જવાનોનો કાફલો જોડાયો હતો. જો કે, માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાથી અન્ય ગુનેગારો વીજળીના થાંભલા પર ચઢી ગયા હતા અને ગેરકાયદે જોડાણો (લંગરિયા) દૂર કરવાનું શરૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related