cURL Error: 0 સુરતમાં ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટના, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમનું જર્જરિત દિવાલ પડી જતાં મોત | સુરત ટ્રેજેડી પતંગ પકડતા 12 વર્ષના છોકરાનું દિવાલ પડી જવાથી મોત - PratapDarpan
7.3 C
Munich
Tuesday, February 24, 2026

સુરતમાં ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટના, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમનું જર્જરિત દિવાલ પડી જતાં મોત | સુરત ટ્રેજેડી પતંગ પકડતા 12 વર્ષના છોકરાનું દિવાલ પડી જવાથી મોત

Must read

સુરતમાં ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટના, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમનું જર્જરિત દિવાલ પડી જતાં મોત | સુરત ટ્રેજેડી પતંગ પકડતા 12 વર્ષના છોકરાનું દિવાલ પડી જવાથી મોત

સુરત ક્રાઈમ ન્યૂઝ: ઉત્તરાયણ પર્વની ઉજવણી શરૂ થાય તે પહેલા જ સુરતના લિંબાયત વિસ્તારમાં એક ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના બની છે. પતંગ ઉડાડવાના ચક્કરમાં જૂની દિવાલ ધરાશાયી થતાં 12 વર્ષના કિશોરનું ભયાનક મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં નાના ખેતર પાસે થયો હતો. મૃતક કિશોરની ઓળખ મોહમ્મદ ફૈઝાન (ઉંમર 12 વર્ષ) તરીકે થઈ છે. ફૈઝાન નજીકના ખેતરમાં પતંગ પકડવા ગયો હતો, જ્યાં એક ખૂબ જ જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલનો મોટો અને ભારે ભાગ સીધો ફૈઝાનની છાતી પર પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ધડાકા સાથે દિવાલ પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘણી જહેમત બાદ દિવાલના કાટમાળ નીચે દટાયેલા કિશોરને બહાર કાઢ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કરતાં કિશોરીને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળ્યા મુજબ, મૃતક મોહમ્મદ ફૈઝાન તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. ઘરના સૌથી નાના વહાલા પુત્રના અકાળે મૃત્યુથી પરિવાર આઘાતમાં છે. ઉત્તરાયણ પહેલા બનેલી આ ઘટના લાલબત્તી સમાન છે.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article