8000 કરોડનું GST કૌભાંડ: પુણેમાં GST વિભાગની તપાસમાં 246 શેલ કંપનીઓ સ્થાપીને અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈને રૂ. 8000 કરોડનું GST કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઓટો ડ્રાઈવરના નામે નોંધાયેલી બોગસ કંપનીની તપાસ મુંબઈ, રાજકોટ અને ભાવનગર સુધી પણ પહોંચી છે. તેના માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહીમ કાલાવડિયાની ધરપકડ થઈ ચૂકી છે. હવે GST ઇન્ટેલિજન્સ ટીમે આ કૌભાંડમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે.
8 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ