અમરાપર ગૌશાળા અને મંદિરના નામે
આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી,
બે ફરાર આરોપીઓને પકડવાની કવાયત
સુરેન્દ્રનગર –
રૂ.૧,૦૦૦ની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ મામલે મહંત સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
થાનગઢના અમરાપર ગામ ખાતે આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે તેમજ મંદિરના લાભાર્થે ટીકીટોનું વેચાણ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે અને અનઅધિકૃત રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો દ્વારા ટીકીટનું વેચાણ કર્યા બાદ ડ્રો યોજવાનો હતો પરંતુ આયોજકો દ્વારા કોઈ ડ્રો રાખવામાં આવ્યો ન હતો, ડ્રોમાં 555 ઈનામો જાહેર કરવામાં આવ્યા હતા અને દરેક ટીકીટની કિંમત રૂ.500 રાખવામાં આવી હતી. આ ટિકિટો વેચીને 3 કરોડ 90 લાખની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને 07 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં મંદિરના મહંત વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ મુદ્દે પોલીસે ડ્રોના નામે છેતરપિંડી કરનાર અને ગૌશાળા અને મંદિરના નામે છેતરપિંડી કરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી અને પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં રામદાસ બાપુ લગધીર કારેલીયા સુરેશ ઝરવરીયા મેરા ડાભી અને નરેશ સોલંકીની અટકાયત કરવામાં આવી છે, આ તમામ શખ્સોએ મંદિર અને ગૌશાળાના નામે છેતરપિંડી કરી 3 કરોડ 90 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. જ્યારે રમેશ જેજરિયા અને હીરા ગાંભડિયા હજુ પોલીસથી દૂર છે, તેમની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.