ગુજરાત સ્થાનિક સંસ્થાની ચૂંટણી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હેઠળની સંસ્થાઓની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ માટેની તારીખ જાહેર કરી છે.
અંતિમ મતદાર યાદીની તારીખ આ રહી છે
રાજ્ય ચૂંટણી પંચે આજે (29 માર્ચ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે માહિતી આપી છે. એવું જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટેની અંતિમ મતદાર યાદી 1 એપ્રિલ, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રભારીની નિમણૂક કરી
આખરી મતદાર યાદી આગામી થોડા દિવસોમાં જાહેર થવાની છે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની જાહેરાત ટૂંક સમયમાં બહાર આવી શકે છે.


/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/11/ambaji-live-darshan-aplicatin-2026-03-11-15-36-23.jpg?w=100&fit=100,100&ssl=1)