સૌરાષ્ટ્રના 3 ડેમ હાઈ એલર્ટ પર, જાણો ગુજરાતના જીવનદાતા સરદાર તળાવની સ્થિતિ

સૌરાષ્ટ્રના 3 ડેમ હાઈ એલર્ટ પર, જાણો ગુજરાતના જીવનદાતા સરદાર તળાવની સ્થિતિ


સૌરાષ્ટ્રના ડેમ હાઈ એલર્ટ પર હાલ દેશભરમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ ઓવરફ્લો થતા ડેમમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 52 ટકાને વટાવી ગયો છે.

રાજ્યમાં ચોમાસું પુરજોશમાં છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવકનો નવો સ્ત્રોત આવ્યો છે. આ અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ત્રણ ડેમ વાગડીયા, વાંસલ અને સસોઈ-2 સંપૂર્ણપણે ઓવરફ્લો થતા સૌરાષ્ટ્ર હાઈ એલર્ટ પર છે. તો આવો જાણીએ શું છે રાજ્યના અન્ય જળાશયોની હાલત….

સરદાર સરોવર યોજનામાં પાણીનો સંગ્રહ 54 ટકાથી વધી ગયો છે

રાજ્યમાં ભારે વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને વટાવી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 મિલિયન ક્યુબિક ફૂટ એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 54.25 ટકા પાણીનો સંગ્રહ છે જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 મિલિયન ઘનફૂટ એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 35.38 ટકા પાણીનો સંગ્રહ છે.

સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો સંપૂર્ણપણે ઓવરફ્લો થયા છે

આજે સવારે 8.00 કલાકે મળેલા અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં જામનગર જિલ્લાના વાગડીયા અને સસોઈ-2 ડેમ અને સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમ 100 ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે.

જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોધાધ્રોઈ, રાજકોટના ભાદર-2 અને ભરૂચના ધોલી અને બલદેવ, જામનગરના ફુલઝર-1 અને પોરબંદરના સારણ ડેમને એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

જામનગર જિલ્લાના ફુલઝર (KB), અંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ સહિત રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાઈ જવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.33 ટકા, કુ.20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે. .

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version