સુરત શિક્ષણ સમિતિએ ગણવેશ પાછળ 25 કરોડ ખર્ચ્યા પણ હજુ સુધી બે જોડી યુનિફોર્મ મળ્યા નથી

0
10
સુરત શિક્ષણ સમિતિએ ગણવેશ પાછળ 25 કરોડ ખર્ચ્યા પણ હજુ સુધી બે જોડી યુનિફોર્મ મળ્યા નથી

સુરત શિક્ષણ સમિતિએ ગણવેશ પાછળ 25 કરોડ ખર્ચ્યા પણ હજુ સુધી બે જોડી યુનિફોર્મ મળ્યા નથી

સુરત શિક્ષણ સમિતિ : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ આપવા માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જાહેરાત બાદ મ્યુનિસિપલ શિક્ષણ સમિતિની બેઠક સહિત અનેક જગ્યાએ ભાજપે ભારે પ્રસિદ્ધિ મેળવી છે. પરંતુ અત્યાર સુધી બાળકોને એક જ જોડી યુનિફોર્મ આપવામાં આવ્યો છે અને બીજી જોડી દિવાળી સુધીમાં આવી જાય તેવી શક્યતા છે. આથી શિક્ષણ સમિતિની નબળી કામગીરી સામે વિરોધ દર્શાવી સત્વરે ગણવેશ આપવામાં આવે તેવી માંગ કરી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને બે ગણવેશ આપવાનું નક્કી કરાયું હતું. ભાજપે તેની ઘણી જાહેરાતો પણ કરી, ભાષણો આપ્યા અને શ્રેય પણ લીધો. પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે, શાળાને દોઢ માસ જેટલો સમય વીતી જવા છતાં એક પણ બાળકને બે જોડી ગણવેશ મળ્યા નથી, નવા પ્રવેશ મેળવનાર બાળકોને એક જોડી ગણવેશ પણ મળ્યો નથી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા 1.90 લાખ બાળકોને બે જોડી ગણવેશ આપવાનો સુરત મહાનગરપાલિકા-શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો છે. પરંતુ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ ફરિયાદ કરી છે કે શાળા શરૂ થયાને દોઢ માસથી વધુ સમય થવા છતાં માત્ર એક જોડી ગણવેશ મળ્યો છે. વિપક્ષી સભ્ય હીરપરાએ જણાવ્યું હતું કે, “બાળકોને બે જોડી ગણવેશ મળવો જોઈએ તેવી અમારી માંગણી છે તે માટે અમે સતત લડત ચલાવી રહ્યા છીએ. ત્યારબાદ શાસકોએ બે જોડી ગણવેશ આપવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ સમિતિએ ગત બજેટમાં જૂન-2024થી બાળકોને બે જોડી ગણવેશ આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાત બાદ ભાજપે પણ ઘણી જાહેરાતો કરી, ભાષણો કર્યા અને તેનો શ્રેય પણ લીધો. પરંતુ શાળા શરૂ થયાને દોઢ માસ જેટલો સમય થવા છતાં એક પણ બાળકને બે જોડી ગણવેશ મળ્યા નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને એક જોડી ગણવેશ પણ મળ્યો નથી. શાળા શરૂ થયાના એક મહિના બાદ 10મી જુલાઈના રોજ સમિતિ દ્વારા યુનિફોર્મની બીજી જોડી માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે બાળકોને યુનિફોર્મની બીજી જોડી મળે ત્યાં સુધીમાં દિવાળી આવી જાય તેવી શક્યતા છે. વિપક્ષે વિદ્યાર્થીઓને વહેલી તકે ગણવેશ મળે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here