સુરતમાં ભારે વરસાદઃ સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે સુરત શહેરમાં ખાડીમાં પૂરનો ભય છે. શહેરમાં ભારે વરસાદની સાથે સુરતમાંથી પસાર થતી બે ખાડીઓ જોખમની સપાટીએ પહોંચી ગઈ છે, ખાડીઓમાંથી ગટર અને વરસાદી પાણી લિંબાયત વિસ્તારના અનેક લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકોની હાલત કફોડી બની છે.
વધુ વાંચો : સરથાણામાં ખાડીની બાજુમાં આવેલી હોસ્ટેલમાં પાણી ઘૂસી જતાં 40 વિદ્યાર્થીઓ સહિત 45 લોકોને ફાયર વિભાગે બચાવી લીધા હતા.
સુરત શહેરમાં ભારે વરસાદની સાથે જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીનું સ્તર સતત વધી રહ્યું છે. આવા સમયે ખાડીમાં વરસાદનું પાણી આવતું નથી અને ગટરનું પાણી પણ બેકઅપ થઈ રહ્યું છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી ખાડીનું ગંદુ પાણી લોકોના ઘરમાં ઘુસી ગયું હતું. લોકોના ઘરોમાં ગંદુ પાણી ભરાવાથી લોકોની હાલત કફોડી બની રહી છે. આ પાણીના કારણે રોગચાળાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે વરસાદને કારણે લિંબાયતના સ્મશાન રોડ પર પણ પાણી ઘુસી ગયા હતા. સ્મશાનમાં પાણી ઘૂસી જવાની સાથે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વધુ વાંચો : સુરતની પૂના કુંભારિયા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી, 20 લોકોને બચાવ્યા