Home Gujarat સુરત મહાનગરપાલિકા કર્મચારીઓ માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદશે, પણ ઉનાળામાં કર્મચારીઓને...

સુરત મહાનગરપાલિકા કર્મચારીઓ માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદશે, પણ ઉનાળામાં કર્મચારીઓને મળશે

0
સુરત મહાનગરપાલિકા કર્મચારીઓ માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદશે, પણ ઉનાળામાં કર્મચારીઓને મળશે


સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગ 3 અને 4ના કર્મચારીઓને શિયાળાની ઠંડીથી બચાવવા માટે સ્વેટર આપવામાં આવે છે, પરંતુ આ વખતે પાલિકાના અણઘડ વહીવટના કારણે કર્મચારીઓને શિયાળાના બદલે ઉનાળામાં સ્વેટર મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદવા માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો કે, ટેન્ડરની શરતોમાં 60 દિવસમાં સ્વેટર સપ્લાય કરવાની જોગવાઈ હોવાથી કર્મચારીઓને શિયાળાને બદલે ઉનાળામાં આ સ્વેટર ઉપલબ્ધ થશે તે નક્કી છે.

સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગમાં ફરજ બજાવતા ફાયર વિભાગના પુરૂષ પટાવાળા, વોર્ડ બોય, બેલદાર, સફાઈ કામદાર સહિત વાયરમેન અને પુરૂષ અને મહિલા કર્મચારીઓ માટે ગત નવેમ્બરમાં વહીવટીતંત્રે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version